About Us

જેમ ક્રિકેટમાં છેલ્લી ઓવર્સમાં ઝડપથી ફટકારેલા રન મેચમાં જીત અપાવી શકે છે, તેમ પરીક્ષામાં સફળતા માટે પણ જરૃરી છે કે પરીક્ષાની તારીખની નજીકના દિવસોમાં આયોજનપૂર્વક અને યોગ્ય મટીરીયલ્સમાંથી તૈયારી.

ધોરણ ઃ 11 - 12ના બે વર્ષની મહેનત બાદ બોર્ડની પરીક્ષાના અંતે જો ટૂંક સમયમાં NEET કે JEE ની તૈયારી યોગ્ય રીતે કરવામાં આવે તો વિદ્યાર્થી આ પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે છે. આ માટે જરૃરી છે, Accurate Reading Material, પરીક્ષામાં પુછાઈ શકે તેવા MCQs ની Practice માટેના યોગ્ય પ્રશ્નો, અઘરા મુદ્દાની સમજ અને યોગ્ય Tips, જે પરીક્ષામાં MCQs Solve કરવામાં સમય બચાવે.

વિદ્યાર્થી આ બધું જ મેળવી શકે છે NEET/JEE Crash Course ની Kit માં.

NEET ની Kit માં તમને મળશે NEET ના સંપૂર્ણ અભ્યાસક્રમનું 42 દિવસમાં આયોજન. જેમાં હશે, નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ 22,000 કરતાં વધુ MCQs, 6 Books માં; તેમજ 130 કલાક કરતાં પણ વધુ સમયના વિડીયો લેક્ચર્સ અને એનિમેશન તેમજ Self Practice માટેનાં પેપર્સ.

એ જ રીતે JEE ની Kit માં તમને મળશે JEE ના સંપૂર્ણ અભ્યાસક્રમનું 18 દિવસમાં આયોજન. જેમાં હશે, નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ 12,000 કરતાં વધુ MCQs, 5 Books માં; તેમજ 110 કલાક કરતાં પણ વધુ સમયના વિડીયો લેક્ચર્સ અને એનિમેશન તેમજ Self Practice માટેનાં પેપર્સ.

હવે સમજીએ તમે કેવી રીતે આ ક્રૅશ કોર્ષનો અભ્યાસ કરશો.

NEET ના કોર્ષને કુલ 42 દિવસમાં વહેંચેલ છે, જેમાં 18 દિવસ કેમેસ્ટ્રી, 18 દિવસ ફિઝિક્સ અને 36 દિવસ બાયોલૉજીનો સમાવેશ થાય છે.

પ્રથમ 18 દિવસ માટે તમારે કેમેસ્ટ્રી અને બાયોલૉજીના યુનિટનો અભ્યાસ કરવાનો રહેશે. દરરોજ 2.30 કલાક રસાયણવિજ્ઞાનના યુનિટની વિડિયો લેસન્સ દ્વારા સમજ મેળવો ત્યારબાદ બુકમાં આપેલ MCQsની 2.30 કલાક રીડિંગ અને પ્રેક્ટિસ કરો. પછી બીજા 2.30 કલાક જીવવિજ્ઞાનના ટોપિકની સમજ મેળવો અને 2.30 કલાક જીવવિજ્ઞાનના MCQsની પ્રેક્ટિસ કરો. આમ, 10 કલાકના અભ્યાસ બાદ પેપરસેટમાં આપેલ પેપરની પરીક્ષા આપો. 6 દિવસ બાદ દર 7 મા દિવસે 6 દિવસના સંયુક્ત ટોપિકની પરીક્ષા પેપરસેટમાંથી આપો.

આ જ રીતે બીજા 18 દિવસ ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની તૈયારી કરો.

38 માં દિવસથી NEETના સંપૂર્ણ અભ્યાસક્રમના પેપરની પ્રેક્ટિસ આપેલા પેપરસેટમાંથી કરો.

હવે જોઈએ કે, JEE માટેની તૈયારી કેવી રીતે કરવી.

JEE કોર્ષને કુલ 18 દિવસમાં વહેંચેલ છે. જેમાં 16 દિવસ દરરોજે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સનો અભ્યાસ કરવાનો રહેશે.

દરરોજ 2.00 કલાક રસાયણવિજ્ઞાનના યુનિટની વિડિયો લેસન્સ દ્વારા સમજ મેળવો, ત્યારબાદ બુકમાં આપેલ MCQsની 2.00 કલાક રીડિંગ અને પ્રેક્ટિસ કરો. પછી બીજા 2.00 કલાક ફિઝિક્સના ટોપિકની વિડીયો લેસન્સ દ્વારા સમજ મેળવો અને 2.00 કલાક ફિઝિક્સના MCQsની પ્રેક્ટિસ કરો. પછી બીજા 2.00 કલાક મેથ્સના ટોપિકની સમજ વિડીયો લેસન્સ દ્વારા મેળવો અને 2.00 કલાક મેથ્સના MCQsની પ્રેક્ટિસ કરો. આમ, 12 કલાકના અભ્યાસ બાદ પેપરસેટમાં આપેલ જે તે યુનિટના પેપરની પરીક્ષા આપો.

છેલ્લા બે દિવસ JEEના સંપૂર્ણ અભ્યાસક્રમના પેપરની પ્રેક્ટિસ આપેલા પેપરસેટમાંથી કરો.

NEET કે JEE ના Crash Course ની Kit મેળવવા માટે Call કરો : 9055010101, 9055464646